નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ (એનઆઈએસએમ )દ્વારા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે બે દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો ,જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકી એ પ્રારંભિક આવકાર પ્રવચન બાદ એન આઇ એસ એમ ના સ્માર્ટ ટ્રેનર તરીકે પધારેલા મુસ્તાકભાઈ શેખ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને ફાઇનાન્સિયલ અવેરનેસ અંગેની માહિતી આપી હતી. ખાસ કરીને બચતનું મહત્વ, રોકાણનું મહત્વ ,મુડીબજાર વિશેની માહિતી, મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી ,ફરિયાદ નિવારણ, છેતરપિંડી થી બચવાના ઉપાયો અને મૂડી બજારમાં કેવી રીતે કારકિર્દી બનાવવી તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર સેમિનારનું સંચાલન પ્રોફેસર મયંકભાઇ કોંકણી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે તમામ વ્યવસ્થા એનએસએસ ના લીડર શ્રી ભવ્ય દેવડા, કુ. હર્ષિતા ચતવાણી, કુ.સંજના વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.



