



સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા વિકાસ સપ્તાહ 2025 ની વૈવિધ્યસભર ઉજવણી ચાલી રહી છે. તારીખ 7 થી 15 દરમિયાન થનારી આ ઉજવણી અંતર્ગત તારીખ 7 ના રોજ માહિતી માર્ગદર્શન, તારીખ 8 ના રોજ વિકાસ ભારત પ્રતિજ્ઞા, તારીખ 9 ના રોજ ક્વિઝ ,તારીખ 10 ના રોજ નિબંધ સ્પર્ધા અને તારીખ 11 ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિકાસ સપ્તાહ ની વૈવિધ્યસભર ઉજવણી ચાલી રહી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો.અરુણસિંહ સોલંકી કરી રહ્યા છે જ્યારે માર્ગદર્શન આચાર્ય ડો. શૈલેન્દ્ર પાંડે એ પૂરું પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોનો સુંદર સહયોગ સાંપડ્યો છે.