સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ એકમ દ્વારા પ્રા. ડો. પાયલબેન વ્યાસ ની અધ્યક્ષતામાં વિશ્વ માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી.
કહેવાય છે કે “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સર્વત્ર ગુજરાત” એ કહેવત અનુસાર વિશ્વમાં ગુજરાતી માતૃભાષા અંગે પોતાને ગર્વ હોવાનું વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે કહેવાથી સૌથી મીઠી એવી ગુજરાતી ભાષાના વિવિધ ઉદાહરણો આપી ડો. પાયલબેન વ્યાસે વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એન એસ એસ ના લીડર ભવ્ય દેવડા, કુ. સંજના વાઘેલા તથા કુ. હર્ષિતા ચતવાનીએ પણ સુંદર પંક્તિઓ રજૂ કરી માતૃભાષા નું મહત્વ રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં એન એસ એસ ના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કુ. સંજના વાઘેલાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ કુ. હર્ષિતા ચતવાણીએ કરી હતી.



