આર્ટ ઓફ લિવિંગ ગોધરા પરિવારના શિક્ષક એવા નરેશભાઈ તુલસીયાણી દ્વારા વિશ્વ યોગ દિવસની સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે યોગ અને મેડીટેશન કરાવી ભવ્ય ઉજવણી કરી હતી. કોલેજમાં પરીક્ષાનો માહોલ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી મેડીટેશનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર ક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાને થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે ખાસ પંચમહાલનું ગૌરવ એવા શ્રી હોતચંદભાઈ ધમવાણી ઉર્ફે બાબુજી પણ પધાર્યા હતા જેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ , ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


