જેસીઆઈ ગોધરા ગ્રેટર દ્વારા લુણાવાડા, બાલાસિનોર અને ગોધરા સહિતની કુલ છ ટીમો વચ્ચે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં રસાકસી ભરી મેચોના અંતે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની ટીમ ફાઇનલમાં પ્રવેશી રનર્સ અપ બની હતી ટીમના કેપ્ટન અભિષેક રાઠવા સહિત તમામ ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરી કોલેજને ગૌરવ અપાવ્યું છે તે બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અરુણસિંહ સોલંકી એ તમામને અભિનંદન પાઠવ્યા છે


