

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એન એસ એસની વિદ્યાર્થીની કુ. માનસી ખરાદીની નેશનલ લેવલ પર આયોજિત એનએસએસ યુથ ફેસ્ટિવલમાં પસંદગી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી માત્ર ચાર જ વ્યક્તિની પસંદગી કરવાની હતી જેમાંથી કુ .માનસી ખરાદી એક છે આમ માનસી ખરાદીએ કોમર્સ કોલેજ ગોધરાનું, એનએસએસ નું, તેના સમાજનું અને સમગ્ર ગોધરાનું ગૌરવ વધાર્યું છે.
સિક્કિમ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં કુ .માનસી ખરાદી ગુજરાતનું અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરશે. કુમારી માનસીને એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર અને કોલેજના આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી સહિત તમામ એનએસએસ ના સ્વયંસેવકોએ અને કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે.
ખાસ કરીને કોલેજના પ્રમુખ શ્રી ગોપાલસિંહજી સોલંકી, સેક્રેટરી કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી તથા સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે.