સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ના ઉપક્રમે 78 માં સ્વાતંત્ર દિનની કોલેજ પટાંગણમાં કોલેજના પ્રિન્સિપાલ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર એવા પ્રો. ડો. અરુણસિંહ સોલંકીએ તિરંગો લહેરાવી “ભારત માતાકી જય”ના જય ઘોષ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રો. સોલંકીએ જણાવ્યું હતું કે આપણને અંગ્રેજોના જુલમમાંથી તો આઝાદી મળી પરંતુ હજુ ગરીબી, બેકારી, બળાત્કાર, ચોરી, લૂંટફાટ ,ઈર્ષા, નાત જાતના ભેદભાવ આ તમામમાંથી આઝાદી મેળવવાની છે ત્યારે આ બધું જ નવ યુવાનોએ કરવાનું છે. આ પ્રસંગે ખાસ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર જી પટેલ સહિત બી.એડ કોલેજ નો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ દેશભક્તિના ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ક્રમે ટીવાય બીકોમ ની ટીમને રૂ.501 ,એસ વાય બી કોમની ટીમને રૂપિયા 501 તથા એસવાય બીકોમની જ એક દીકરીને રૂપિયા 251 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ લીડર કુ. હર્ષિતા ખીમાણી અને ભવ્ય દેવડાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ પ્રો. ડો. પાયલબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી




