શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિવેકાનંદ ચેર તથા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના સંયુક્ત ઉપક્રમે કોલેજના સદાબા હોલ ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન ચિત્ર પ્રદર્શની શાનદાર રીતે યોજાઈ ગઈ જેમાં ગોધરાની વિવિધ ચાર કોલેજોના 800થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની નિહાળી તેનો લાભ લીધો હતો આ પ્રદર્શની ના ઉદ્ઘાટક તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. અનિલભાઈ સોલંકી, ચેરના કોર્ડીનેટર ડો. અજયભાઈ સોની ,સભ્યશ્રી તથા આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી, સભ્યશ્રી ડો. જી બી ગોડબોલે, લો કોલેજના પ્રાધ્યાપીકા ડો. કૃપા જયસ્વાલ ,અન્ય કોલેજના પ્રોફેસરશ્રીઓ, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના પ્રોફેસરશ્રીઓ ,સામાજિક કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને એન એસ એસના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.



