Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

કોમર્સ કોલેજ ગોધરા ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી…

Published: 11 January, 2025 ગુજરાતી

કોમર્સ કોલેજ ગોધરા ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ ના ઉપક્રમે કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ગોધરાના સહ સંચાલક વિપુલભાઈ શાહ તથા પૂર્ણકાલીન કાર્યકર્તા શ્રી રાજનભાઈ પટેલ ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદજી વિશે શાનદાર વક્તવ્ય પુરા પાડ્યા હતા .શ્રી વિપુલભાઈ શાહે પોતાની આગવી અદાથી સ્વામી વિવેકાનંદજીના એક પછી એક જીવન ઉપયોગી અને વિદ્યાર્થીઓને રસ પડે તેવા પ્રસંગો સાથે શાનદાર અને જોરદાર પ્રવચન કરતા ઉપસ્થિત આશરે 150 ઉપરાંત વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. સ્વામીજીના એક એક પ્રસંગથી ઉપસ્થિત સૌ કોઈએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવતા હતા. તે જ રીતે રાજનભાઈએ પણ સ્વામીજીના પ્રસંગો …ખૂબ જ પ્રેરક પ્રસંગો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી ખૂબ ઉપયોગી જીવનભાથું પૂરું પાડ્યું હતું.પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું અને વિશ્વમાં ભારતની આન,બાન અને શાન વધારનાર એવા સ્વામી વિવેકાનંદજી વિશે ટૂંકી માહિતી આપી હતી.આ પ્રસંગે સમગ્ર કોલેજ નો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વામીજી ની પ્રતિમાને સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.