Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

કોમર્સ કોલેજ ગોધરા ખાતે સંવિધાન દિવસ ની ઉજવણી

Published: 26 November, 2024 ગુજરાતી

કોમર્સ કોલેજ ગોધરા ખાતે સંવિધાન દિવસની ઉજવણી
એડવોકેટ મિતેશભાઇ ના મુખ્ય મહેમાન પદે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા સંવિધાન દિવસની શાનદાર રીતે કોલેજના સદાબા હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના યુવાન એડવોકેટ મીતેશભાઈ બસરાણીએ સંવિધાનના ઉદભવથી માંડી તેમાં થયેલા છેલ્લા સુધારાઓને ખૂબ જ સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજૂતી આપી વિદ્યાર્થીઓને સંવિધાન પ્રત્યે વફાદાર રહી સાચા નાગરિક તરીકેની ફરજ બજાવવા શીખ આપી હતી. વક્તવ્યના અંતે તેઓએ વિદ્યાર્થીઓને બંધારણ સંબંધી પ્રશ્નો પૂછ્યા હતા જેમાં સૌથી વધુ વખત સાચા જવાબ આપનાર એસવાય બીકોમ ની વિદ્યાર્થીની કુમારી હર્ષિતા ચતવાણીને ખાસ સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવી હતી
કાર્યક્રમનો પ્રારંભ કોલેજના નવા વરાયેલા એકાઉન્ટન્સી વિષયના પ્રોફેસર મયંકભાઇ કોકણીએ કરી હતી. જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા બંધારણની સામાન્ય સમજૂતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અને એને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર શ્રી ભવ્ય દેવડાએ કર્યું હતું

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.