જેસીઆઈ – જુનિયર ચેમ્બર ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિદ્યાર્થીઓ માટે ઈ પી એસ ઇફેક્ટિવ ઇન પબ્લિક સ્પીકિંગ વિષય પર મોટીવેશનલ કાર્યક્રમ જેસીઆઇના પ્રમુખ પ્રિતેશ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ ગયો કાર્યક્રમનું સંચાલન ડો. ઉન્નતિબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી દ્વારા અને આભાર વિધિ ડૉ .પાયલબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. એન એસ એસ લીડર શ્રી ભવ્ય દેવડા, કુમારી હર્ષિતા ચતવાની, કુ .સજના વાઘેલા ,શ્રી પ્રેમ લાલવાણી સહિતના તમામ સ્વયંસેવકોએ જોરદાર મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



