કોમર્સ કોલેજ ગોધરા ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ ના ઉપક્રમે હાલ કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી ચાલી રહી છે તે અંતર્ગત ટ્રેડિશનલ ડે ની વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ હતી આ ઉજવણી અંતર્ગત મોટા ભાગની દીકરીઓ સાડી પહેરીને આવી હતી જ્યારે ભાઈઓ કુર્તા પજામાં પહેરીને આવ્યા હતા. ટ્રેડિશનલ ડે ની આ ઉજવણીમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અરુણ સિંહ સોલંકી સહિત સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો. ટીમલી ના તાલે અને ગરબાના સથવારે વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ ઉમંગથી આ દિવસને ઉજવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થી લીડર ભવ્ય દેવડા અને કુ.હર્ષિતા ખીમાણીએ કર્યું હતું.

