સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ના ઉપક્રમે શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ નું ભગીરથ કાર્ય એન એસ એસની સ્વયંસેવિકા કુ. માનસી ખરાદીના નેતૃત્વ હેઠળ ગોધરાના રેલ્વે સ્ટેશન તથા અન્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. સેવાની આવી અતિ સુંદર અને પ્રશંસનીય કામગીરીને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને પ્રિન્સિપાલ ડો અરુણસિંહ સોલંકી એ અભિનંદન પાઠવી કુ. માનસી ખરાદીની આવી ઉમદા કામગીરીને બિરદાવી છે.

