સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની તારીખ 3 /1 થી 9 /1 દરમિયાન યોજાયેલી શિબિર દરમિયાન એન એસ એસની વિદ્યાર્થીનીઓ દ્વારા વાવડી વિસ્તારની જરૂરીયાત મંદ બહેનોને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણની કામગીરી કરી હતી. પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીના માર્ગદર્શન અને સૂચના મુજબ વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીને તમામે વખાણી અને આવકારી છે. આ માટે શિબિર ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ કરીને કુ.નિશી શાહ અને કુ. માનસી ખરાદી અભિનંદન ને પાત્ર છે.

