Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

કોમર્સ કોલેજ ગોધરાના જીએસ તરીકે ભવ્ય સેવકાણી

Published: 30 August, 2024 ગુજરાતી

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એસ. આર .સી .(સ્ટુડન્ટ રીપ્રેઝન્ટેટીવ કમિટી )વર્ષ 2024-25 ની રચના કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકી ની અધ્યક્ષતામાં કોલેજના લાઇબ્રેરી હોલમાં યોજાઈ ગઈ જેમાં વર્ષ 2024- 25 માટે કોલેજના જી.એસ. તરીકે બીકોમ સેમ- 5 ના વિદ્યાર્થી ભવ્ય દિલીપકુમાર સેવકાણીને સર્વનુંમતે વરણી કરવામાં આવી હતી .

આ સાથે કોલેજના ડેપ્યુટી જી.એસ. તરીકે યસ ક્રિષ્નાની, એલ.આર. તરીકે કુ. અર્ચના મૂલચંદાણી તેમજ સ્પોર્ટ્સ સી. આર. તરીકે રવિન્દ્ર મછાર જ્યારે કલ્ચરલ સી.આર. તરીકે ભવ્ય દેવડા ની પણ વરણી કરવામાં આવી હતી.

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકીએ જી.એસ. સહિત તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓને આવકાર્યા હતા, અને કોલેજ વિશેની માહિતી અને વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળે વર્ષ દરમિયાન કયા કયા કાર્યો કેવી રીતે કરવા તે અંગેની ઝલક પૂરી પાડી હતી. વિદ્યાર્થી મંડળના વાઇસ પ્રેસિડેન્ટ ડો.સ્નેહાબેન વ્યાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલસિંહજી સોલંકી તથા સેક્રેટરી કુમારી કામિનીબેન સોલંકી એ જી એસ સહિત તમામ સભ્યોને શુભકામનાઓ પાઠવી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરામાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના ઇલેક્શન દ્વારા નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિ દ્વારા થાય છે જે નોંધપાત્ર છે.

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.