અતિશય તીવ્ર ગરમી … .વળી પાછું ઉનાળુ વેકેશન.. અને એમાંય પાછો રવિવાર.. આવી પરિસ્થિતિમાં કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી ને જાણ કરાઈ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં રક્તની તીવ્ર અછત છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેનેજિંગ કમિટીના સભ્ય શ્રી કૈલાશભાઈ કારીએ સર્વ ધર્મને સાથે રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું જેમાં કોમર્સ કોલેજ એનએસએસ ભાગ લે તેવું જણાવતા સેવા માટે અડીખમ એવી કોમર્સ કોલેજ ગોધરાની એનએસએસ ટીમે આ બીડું ઝડપી લીધું અને રવિવારની વહેલી સવારે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ એસ ટી પાસની સગવડ ન હોવા છતાં પોતાના પૈસા ખર્ચને ઇન્ડિયન રેડ સોસાયટી ગોધરાના હોલમાં બરાબર 8:00 વાગે ગોઠવાઈ ગયા હતા. જેમાંથી વિદ્યાર્થીઓએ રક્તદાન કરી સેવાકીય પ્રવૃત્તિને એક બળ પૂરું પાડ્યું છે જે માટે કોલેજ એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ સમગ્ર એનએસએસ ટીમનો આભાર માન્યો છે.

