કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ દ્વારા ધાબળા વિતરણ
શિયાળાની કડકડતી ઠંડીમાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે જે બંધુઓ ઠંડીનો સામનો કરી જીવન જીવવા મથી રહ્યા હોય ત્યારે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની વિદ્યાર્થીની કુમારી માનસી ખરાદીના નેતૃત્વ હેઠળ લગભગ ૮૫ વર્ષની ઉંમરે રાત્રે 10 થી 12 દરમિયાન એનએસએસ સાથે સેવા માટે જોડાયેલા ડો. ટી.એચ.સાહેરવાલા કે જેઓએ આર્થિક સહયોગ પણ પૂરો પાડેલ અને કોલેજના પ્રિન્સિપાલ – પ્રોગ્રામ ઓફિસર દ્વારા ગોધરાના બસ સ્ટેન્ડ ….રેલ્વે સ્ટેશન… બામરોલી રોડ…. લાલબાગ મંદિર સહિતના વિસ્તારોમાં રાત્રે ફરીને આવા બંધુઓને ધાબળા ઓઢાડી- નાસ્તો આપી માનવતાલક્ષી કાર્ય કરેલ છે.
સેવાના આ કાર્યક્રમમાં કુ. નીશી શાહ ,એનએસએસ લીડર કુમારી હર્ષિતા ખીમાણી અને શ્રી ભવ્ય દેવડા ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ અને મહાનુભાવો જોડાયા હતા. સેવાનું આ કાર્ય આગામી બે ત્રણ દિવસ ચાલુ રહેનાર હોવાનું ડો. અરુણસિંહ સોલંકી એ જણાવ્યું છે.


